“ ઉસ દેશકી સરહદ કો કોઈ છુ નહિ સકતા, જિસ દેશકી સરહદકી નીગેબાન હૈ આંખે ”
જે દેશની સીમાઓ સુરક્ષિત હોય તે દેશ સુરક્ષિત રહે છે. સીમાની સુરક્ષા સરકાર ઉપર આધારિત હોય છે પરંતુ જ્યાં નાગરીકો પોતે સ્વેછીક રીતે આ કાર્યમાં યોગદાન આપે તો દેશ વધુ સુરક્ષિત બને છે. આ વિચાર બીજને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિચાર મુજબ વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ને ચરિતાર્થ કરવા સીમાંજગરણ મંચ કાર્ય કરે છે. એમાં વિશાળ જલીય સીમા ઉપર અલગ-અલગ પ્રાંતમાં અલગ-અલગ નામથી આ કામ ચાલે છે.
કેરળમાં ભારતીય મત્સ્ય પ્રવર્તક સંઘ, કર્ણાટકમાં કરાવલી કલ્યાણ પરિષદ, મહારાષ્ટ્રમાં સગરપુત્ર સંગઠન, બંગાળમાં સીમા સુરક્ષા સમિતિ, અન્ધ્રામાં માત્સ્યાગાર સમક્ષેત્રિય સમિતિ, તમિલનાડુમાં અખિલ ભારતીય મીનવર પેરવઈ અને ગુજરાતમાં સાગર ભરતી નામે કામ ચાલે છે.
શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, સ્વધર્મ જાગરણ અને તેના માધ્યમથી સુરક્ષા આરીતે આ સંગઠન કામ કરે છે. શિક્ષણમાં સાગરની સુરક્ષા સાગરમાંથી મળતા ખનીજ, માછલીઓ, અન્યજીવો અન્ગેની ચિંતા કરવી, પર્યાવરણ સુરક્ષા અને લોકોના સહકારથી સાગરની સુરક્ષા કરપ્રવૃત્તિઓેતુ સીધ્ધકરવા આવશ્યક પ્રવુંતીઓ કરવી જે જાગરણ, બેઠક, ઉત્સવોની ઉજવણી, કાર્યકર્તા નિર્માણ માટે અભ્યાસવર્ગો, કાર્ય વિસ્તાર માટે પ્રયાસો અને સમસ્યાના ઉકેલ માટેના પ્રયાસો કરવા.
SAGAR શબ્દમાજ આ વાત આપોઆપ આવીજાય છે. કેપિટલ S એટલે સેફટી અને સિક્યોરીટી, G એટલે ગ્રોથ અને R એટલે રીજીયન. દુનિયાના કોઈપણ દેશન એના નામથી સાગર કે મહાસાગર નામ નથી પરંતુ ભારતના નામે Indian Occasion છે એટલે કે હિન્દ મહાસાગર નામકરણ થયેલ છે. જે આ દેશનું અને વિસ્તારનું મહત્વ દર્શાવે છે.
દ્ક્ષ લોકોની સુજબુજથી આજથી ૭ – ૮ વર્ષ પહેલા નૌકા વિજ્ઞાન અને સમુદ્રી વ્યાપાર મોટા પાયે ચાલતો, લોથલ, ખંભાત, દ્વારકા, ઘોઘા, સરતાનપર, ધોલેરા વગેરે બંદરો એના સાક્ષી છે.
કંડલા, પીપાવાવ, દહેજ, મગદલ્લા, અજીરા, એ આધુનિક યુગના ગુજરાતના સીમાચિન્હ રૂપ બંદરો છે. દુનિયાની કુલ માછલીઓની નિકાસમાં ચીન પછી ૨ (બીજ) નંબરે ભારત છે. અને તેમાં ગુજરાત પ્રથમ નંબર ધરાવે છે જે આપણી માટે ગૌરવની વાત છે. તેનું રક્ષણ, સંરક્ષણ, વિકાસને વિસ્તારએ સાગરભારતીનું મુખ્ય કાર્ય છે.
વહાણવટા ની પરિભાષા: સાયન્સ અને ટેક્નોલોજી નાં કારણે વહાણવટામાં બદલાવ સ્વાભાવિક હોવા છતાં દરીયાખેડુઓ ની જિંદગી મજબૂત અને મરદાના જ રહેવાની..વહાણવટા ની પરિભાષામાં પુષ્કળ શબ્દો છે એમાંના અમુક શબ્દો અંહી જોઈએ: આલાદ: વહાણનાં દોરડા, ગરગડી અને સઢ નું સંયુક્ત નામ.....કત: ટાઢ,તડકો વરસાદ કે તોફાનોની ઝીંક ઝીલી શકે એ માટેનું ખાસ પ્રકારનું વહાણનાં સઢ માટેનું કાપડ....કપાલ ધ્વજ: લાલ રંગ નાં કપડાંમાં સફેદ રંગની માનવ ખોપરી બતાવતો વાવટો, વર્ષો પહેલા સંઘારો નો ધ્વજ ગણાતો. ચાંચીયાઓ એ એમાં બે હાડકા ઉમેર્યા....ખૂવો: વહાણનાં સઢ બાંધવાનો કુવા સ્તંભ...સૂરીયી: સૂસવાટા-ચીસૉ પાડતો પવન, જે ઘણીવાર તોફાન પણ લાવે છે...ગારદ: ડુબી ને નાશ પામનાર જહાજ ગારદ થયું કહેવાય..હેરિયા: વહાણનાં સઢ ને તાત્કાલિક ઉતારી લેવાની પ્રક્રિયા..સારંગ: નાખુદાનાં હાથ નીચેનો નાયબ ખારવો..નખતર: હોકાયંત્ર.....લાસ્ટ બોલ: વહાણવટા નો વિષય ઘણો ખડતલ અને સાહાસ થી ભરપુર છે..એની પરિભાષા માં પુષ્કળ શબ્દો છે..ક્યારેક ક્યારેક આ મજબૂત વિષય ની વાતો કરતાં રહીશું.
સાગરએ ૧૪ જીલ્લા ૪૮ તાલુકાના ૧૦,૦૦૦ થી વધુ ગામો તેના કાર્યક્ષેત્રમાં છે. કિનારાના લોકો ભારતમાતા પૂજન, સમુદ્ર પૂજન જેવા કાર્યક્રમો કરે છે. આરોગ્ય કેમ્પ અને બોટ હરીફાઈ જેવા કામો પણ થાય છે. આ માટે કાર્યકર્તાઓ પ્રવાસ કરતા હોય છે.સી.એમ. ને પાઠવેલ પત્રOct 14,2017
ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીજી ને સાગર ખેડુંઓના સમસ્યાના નિરાકરણ માટે સાગરભરતી સંધ દ્વારા રજૂઆત કરી અને પાઠવેલ પત્ર.
સાગર પૂજન(ઓખા)Aug 18,2017
સાગર ભારતી ગુજરાત સાગર પૂજન પર્વની શુભેચ્છાઓ ઓખા વન્દુર જેટી સ્થાન પર કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ગુજરાત સાગર પૂજનAug 8,2017
સાગર ભારતી ગુજરાત સાગર પૂજન પર્વની શુભેચ્છાઓ ઓખા, જંબુસર, મહુવા, સરતાનપર વગેરે સ્થાન પર કાર્યક્રમ યોજવામાં આવ્યો
જય નારાયણ આશ્રમAug 10,2017
ભરૂચ જિલ્લાના ભાળભુત ગામે સાગર ભારતી ની ટીમ દ્વારા ભાળભુત ગામમાં આવેલ જય નારાયણ આશ્રમમાં વૃક્ષા રોપણ તથા રક્ષાબંધન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યાં ગામ ના લોકો સાથે સાગર ભારતી સંગથન ના કાયૅ વીષે ની ચર્ચા કરી.
“देश की सीमाये माता के वस्त्रों के सामान होती है| उसकी रक्षा करना पुत्र का प्रथम कर्त्तव्य है|”
“સુરક્ષિત સાગર, સર્મથ ભારત. સર્મથ ભારત, વિકસિત ભારત.”
“જાગૃત સમાજ, દેશભક્ત સમાજ સર્મથ સમાજ, સંગઠિત સમાજ”